Share this:

રવિવાર, 4 એપ્રિલ, 2021

શિક્ષણ વિષયક

આપણે એવો અભ્યાસક્રમ ભણી રહ્યા છેએ જે પેઢીદર પેઢી ફરી ફરીથી ભણાવવો પડે છે કે જણાવવો પડે છે!
આપણે એવો કોઈ અભ્યાસક્રમ નથી ભણી રહ્યા કે જે સ્વતઃ આવનારી પેઢીઓમાં ઉતરે...
કાં તો આપણે એવો અભ્યાસક્રમ નથી બનાવી શક્યા, કાં તો આપણે કંઈક ખોટી રીતે ભણી રહ્યા છીએ... તો અને માત્ર તો જ એક પેઢીને પ્રાપ્ત કરેલ જ્ઞાન/જાણકારી બીજી પેઢીને નથી મળતી...
આજે એક શિક્ષક પોતાના બાળકને શિક્ષક નથી બનાવી શકતો, ડોક્ટર એ ડોક્ટર નથી બનાવી શકતો... વગેરે...
મતલબ કે જે પિતા અભ્યાસક્રમ મુજબ ભણીને કોઈ કારીગરી શીખ્યો છે એ કારીગરી સીધી જ બાળકમાં નથી ઉતારી શકતો... 

સોમવાર, 29 માર્ચ, 2021

પોતાનાથી પોતાનાં સુધી!

મને કોઈ ફર્ક નથી પડતો!

ક્યારેય પડ્યો પણ ન હતો!

મારો અવાજ, મારી આંખો, મારાં માથાનાં વાળ, મારી ઉચાઇ, મારો વજન, મારો શારીરિક બાંધો! મારી કોઇપણ પ્રકારની ખોડ-ખાપણ કે જે જન્મથી જ મળેલ છે, મારો સ્વભાવ, મારો ગુસ્સો, મારું વર્તનવગેરેઘણું બધું!  અને હા, મારી જ્ઞાતિ, મારી આર્થિક સ્થિતિ, ફેમીલી બેકગ્રાઉન્ડ, એ બધું પણ ખરું જ!

ઉત્તમ જીવનમંત્ર!

ક્યારેક બઝારમાં કશું ખરીદી કરવાં જવાનું થતું તો હું ચોક્કસ એ ટાવરને જોવાં બે ઘડી ઉભો રેતો! અજરામર ટાવર! એમાં અતિવિશેષ એવું કશું નોતું કે હું આકર્ષાઈ ઉભો રેતો, પણ એમાં લખેલ એક વાક્યને વાંચવા અને એનો થોડો મતલબ સમજવાં થોડીવાર રોકાઈ જતો!

વાક્ય હતુંજીવો અને જીવવા દો

જાગો છો ને?

 લગભગ સમજી લો 100 વર્ષછેલ્લાં સો વર્ષોમાં માણસ દ્વારાં (જો કે માણસ એવું કહે છે કે તે બુદ્ધિમાન અને સંવેદનશીલછે, અને હરએક માણસ કોઈ ને કોઈ ઉત્તમ-માન્યતાઓથી જોડાયેલો જ હોય છેએવાં માણસ દ્વારાં) સીધી તેમજ આડકતરી રીતેતમને વિશ્વાસ નઈ આવે! પણ, આપણે માણસોએ લગભગ 50 ટકા જૈવિકસંપદાને હણી નાખી છે!પચાસ ટકા સજીવ મરી ગયાંમારી નાખ્યાં!

હવે એનુ કારણ શું હોઈ શકે?

સમૂહ જીવન અને માણસ!

 સમૂહમાં રહેવું એ માણસનો પ્રાકૃતિક સ્વભાવ છે!

સમૂહ જીવન તેને સુરક્ષા પ્રદાન કરે છે! તેનો જીવન નિર્વાહ સરળ બને છે!

પરંતુ આવા સમૂહો અમુક પ્રમાણ પુરતા જ વિસ્તાર ધરાવે છેજો કોઈ સમૂહ ખુબ મોટો થઈ જશે તો એમાં જ વિભાજનો થઈ વળી પાછાં નાનાં નાનાં સમુહોમાં વિભાજિત થઈ જશે!

એટલે માણસ સાવ એકલો પણ રહેવા નથી માંગતો અને અતિવિશાળ ઝુંડમાં પણ નહિ!

જેવું છે તેવું જ જુવો!

એની દંતકથાઓ પ્રચલિત હતી! માણસ પણ એવો! એનાં વિશેની કોઈ પણ સાહસકથા સાચી જ લાગે!લીંબડીનાં બસ સ્ટેશન પર એક મોટું પોસ્ટર, હું મારાં બાપુજીને વારંવાર પૂછતો… “આ કોણ છે?”… એ કહેતાં, “બ્રુસ લી”… ને સાંભળીને જ શરીરમાં કરંટ દોડી જતો! હું કદાચ 8 વર્ષનો જ હોઇશછતાં એટલો પ્રભાવ થતો, જાદુઈ જ લાગે!

બ્રુસ લીનાં અમુક વિધાનોમાંનુ એક જ્યાં જેની જરુર છે તે જ વાપરો, જો મુક્કાની જરુર હોય તો મુક્કો જ, લાતનો ઉપયોગ મુર્ખામી છે!
એટલે કે પરિસ્થિતિ જેવી છે તેવી જ જુવો, ઢોંગ હોય તો તમને ઢોંગ જ દેખાવો જોઈએ અને સત્ય હોય તો તમને સત્ય જ દેખાવું જોઈએ અને તેના સ્વીકાર કે અસ્વીકાર માટે તમે એકદમ સ્પષ્ટ હોવા જોઈએજે છે એનાથી કંઈક અલગ દેખાય અને તેને જેવું હોવું જોઈએ અથવા જે છે તેવું જોવાની દરકાર કે કોશિસ જ ન કરવામાં આવે તો આ એક મુર્ખતાપૂર્ણ બાબત છે!

*** *** ***

હવે મુળ વાતશું જેવું હોય તેવું આપણે ન જોઈ શકીએ? કે જોવાં નથી માંગતાં? કોણ જેવું છે તેવું જોતાં અટકાવે છે આપણને?

Follow us: